ક્રિકેટ એક્સપર્ટ !!

28 11 2010

જો તમારે ખરેખર કોઈ એક્સપર્ટ ( કોઈ પણ વિષય ના ) ને સંભાળવા હોય તો “પાન ના ગલ્લે” અથવા “વાળંદ ની દુકાને” પહોચી જવાનું.
આમ તો કાઠીયાવાડ માં દરેક પાન ના ગલ્લા પર ટીવી તો હોય જ છે અને તેમાં પણ જયારે ક્રિકેટ મેચ ચાલુ થાય એટલે તો ત્યાં ખુબ જ ભીડ જામેલી જોવા મળે.
મેં પણ ઘણી ભારત ની મેચો નો લ્હાવો આવા પાન ના ગલ્લા પર લીધેલો છે.

આજે શેવિંગ માટે વાળંદ ની દુકાને પહોચ્યો તો ત્યાં રવિવાર હોવાથી સારી એવી ઘરાકી હતી, મારો નંબર ૭મો હતો તો થયું કે  હવે અંદર બેસી ને જ રાહ જોઉં….
ત્યાં બેઠો તો જોયું કે “ભારત-ન્યુઝીલેન્ડ” ની મેચ ચાલતી હતી… ચાલો સમય પસાર થય જશે અને કંટાળો પણ નહિ આવે….
હજી તો થોડી જ વાર થઈ હશે ત્યાતો એક ભાઈ ૧૩૫ નો મસાલો અને બીજા ભાઈ મિરાજ ખાતા ખાતા આવી પહોચ્યા તેમની વાતો પર થી લાગ્યું કે આ તેમનો રોજ નો અડ્ડો હશે.

અને આવતા જ તેમને કોમેન્ટ્રી ચાલુ કરી દીધી….
૧૩૫ વાળા ભાઈ:- કેટલા રન થયા?

મીરાજવાળા  ભાઈ:-  ૧૦૦ પર પડી.
૧૩૫વાળા  ભાઈ :- ગંભીર આઉટ થય  ગયો એમ ને તો?
મીરાજવાળા  ભાઈ:- હશે…. બીજું કોણ ઓપનીંગ માં આવ્યું હતું?

૧૩૫વાળા  ભાઈ :- ઓલો IPL વાળો વિજય જ હશે. મેં નો’તું કીધું કે સેહવાગ આ સીરીઝ માં નહિ રમે…!! (એવું લાગતું હતું કે જાણે એ ભાઈ જ ભારતીય ટીમ ના સીલેક્તર હશે.)

૧૩૫વાળા  ભાઈ :- વર્લ્ડકપ માં સેહવાગ જ આપણી ટીમ માં હુકમ નો એક્કો છે એટલે હવે તેને છુપાવી ને રાખશે. (અલ્યા ભાઈ તમને કોઈ ને ખબર છે કે સેહવાગ ને ક્યાં સંતાડ્યો છે BCCI  વાળાએ.)
મીરાજવાળા  ભાઈ:- સચિન પણ નથી લાગતો આ મેચ માં… હવે એની પાસે ખાલી ટેસ્ટ માં જ રમવાનું કામ કરાવશે.
દુકાન માલિક:- આ વખતે વર્લ્ડકપ ભારત માં છે એટલે ભારત જ જીતવાનું અને સારા ખેલાડી પણ છે આપણી પાસે હવે. ગઢા ગઢા બધા હવે ટેસ્ટ રમશે અને આ જુવાનીયા બધા વન-ડે  માં  સારું રમે છે.
૧૩૫વાળા  ભાઈ :- તમારે જોવું હોય તો જોય લેજો  આ વર્લ્ડકપ પછી ૪૦ ખેલાડી નિવૃત્તિ લઇ લેવાના છે. કેટ હોવ તો તેમના નામ પણ અત્યાર થી લખવી દઉં. !!
આ સમયે વિરાટ કોહલીએ બે ચોક્કા માર્યા તેને વખાણતા….
મીરાજવાળા  ભાઈ:- જોયું તમે આ કોહલી અન્ડર-૧૯ ટીમ માં કેપ્ટન હતો ત્યારે ફાઈનલ માં આવાં જ ચોક્કા મારેલાં.

આટલી વાતો થઇ  ત્યાં સુધી તો એમ લાગ્યું છે ચાલો સારી ચર્ચા કરી રહ્યા છે અને મજા પણ આવે છે…. પણ ત્યાર બાદ ૧૩૫વાળા  ભાઈ ને ખબર નહિ શું થયું અને માંડ્યા ઓસ્ટ્રેલીયા ની વાતો કરવા અને એમાં પણ ઓસ્ટ્રેલીયા ના શેન પોલોક, ગ્રેહામ ગુચ અને પેટ સીમ્કોક્સ ની વાતો આવી એટલે લાગ્યું કે આ ભાઈ ને ખાલી ખેલાડી ના નામ ની જ ખબર છે તે ક્યાં દેશ તરફ થી રમે છે તે ખબર નથી. 😉 પોલોક અને સીમ્કોક્સ તો આફ્રિકાના છે.. 🙂

હશે હવે એ ભાઈ ફોર્મ માં આવી ગયા હતા એટલે એમની ગાડી ચાલુ થઇ ગઈ હતી..
બાકી ખરી કોમેન્ટ્રી સંભાળવા ની મજા તો પાન ના ગલ્લા પર જ આવે. જો કોઈ ખેલાડી બોઉં જ સારું રમે તો આખુ ટોળું તેના પેટ ભરીને વખાણ કરે અને જો સસ્તા માં કે જયારે જરૂર હોય ને નાં રમ્યો તો તો ભાઈ અહી લખી પણ ના શકાય અને જો તે ખેલાડી સાંભળી જાય તો આત્મહત્યા કરી નાખે એવી ગાળો પણ પડે.

જે હોય તે પણ સાંભળો  તો મનોરંજન ની ૧૦૦ ટકા ગેરેંટી.

.

.

.

Madhav

Advertisements

Actions

Information

12 responses

28 11 2010
Mayur

O aamna cricket expert. Mari gujrathi etli pan saru nathi. 🙂

Translation please.
PS: I want to learn the language fully

28 11 2010
Madhav / Harshad

Mayurbhai, if i do translation then it might loss its charm because my english not that much effective. Although Okey i will do that.

And yes you want to learn Gujarati? i come to know about one government website they are providing free CD i will give you link for that.

29 11 2010
S.S Rathod

બીજી વાત નોંધવાની કે પાનના ગલ્લાવાળો અને સમાજસેવક વચ્ચે કટ્ટર દુશ્મની હોય છે. 🙂

29 11 2010
Madhav / Harshad

કેમ સમાજસેવક?

30 11 2010
S.S Rathod

(કહેવાતા) સમાજસેવક એટલે કે વ્યસન વિરોધી તત્વો. :mrgreen:

30 11 2010
Madhav / Harshad

Ha E barabar !! 😉

29 11 2010
Vijay Vadhadia

Mota bhai tame bija badha dhandha muki do ne aa lakhvanu chalu kari do…
emay ava cricket experts ni to khas jarur chhe apda samaj ne… su kevu?
kem kai bolyo nahi? 😀

29 11 2010
Madhav / Harshad

વિડીભાઈ તમે બ્લોગ ની મુલાકાત લઇ ને જે કોમેન્ટ આપવાનું કામ કર્યું તે માટે આપનો આભાર.

30 11 2010
Ramesh Patel

ક્રીકેટની સીઝન અને મનને પ્રફુલ્લીત કરતી આ પોષ્ટ વાંચી ખૂબ જ

આનંદ થયો. આપની’આકાશદીપ’ ની મુલાકાત પણ પ્રસન્નતા જગાવી ગઈ.

અભિનંદન.

રમેશ પટેલ(આકાશદીપ)

3 12 2010
તપન પટેલ

હા તમારી વાત બિલકુલ સાચી છે જયારે મેચ ચાલુ હોય ત્યારે મોટા ભાગના લોકો સિલેક્ટર અને કોચ બની જતા હોય છે જો કોઈ ખેલાડી સારું રમે તો વાહ વાહ અને બીજી મેચ માં આઉટ થાય તો હાય હાય… આમ શોટ માર્યો એટલે આઉટ થયો આમ માર્યો હોત તો આઉટ ના થયો હોત આવું બધું બૌ સાંભરવા મળે છે….

21 12 2010
વેદાંગ ઠાકર

હર્ષદભાઈ ખરેખર તમારી આ ક્રિકેટર ને પોસ્ટ વાંચી ને ખુબજ મજા આવી.તમારી જોયેલા પ્રસંગ ને લખવી ની આ આવડત ને હું આવકારું છું.તમને ખુબ ખુબ અભિનંદન.

21 12 2010
Harshad / Madhav

વેદાંગભાઈ તમારું સ્વાગત છે મારા બ્લોગ પર અને તમને મારું લખાણ પસંદ આવ્યું તે જાની ને આનંદ થયો અને સાથે ઉત્સાહ પણ વધ્યો. બ્લોગ ની મુલાકાત લેતા રહેશો..
મારો ગુજરાતી બ્લોગ:- http://www.sthitpragnaa.wordpress.com

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s
%d bloggers like this: