નોટીસ !!

25 11 2010

ફેસબુક પર આમતેમ ક્લીકો કરતો હતો ત્યાં આ ઈમેજ મળી જે અહી તમારી સાથે શેર કરું છું.
પાન  ના ગલ્લા પર ની નોટીસ.

ઈજ્જત થી દાદાગીરી……. છે કોઈ જવાબ?

.

.

.

Madhav


Actions

Information

27 responses

25 11 2010
કનકવો (Jay's Blog)

મગજમારી કરવી નહિ..હાહાહા
જાગો..વ્યસનખોરો…જાગો!

25 11 2010
Madhav / Harshad

જો આ વ્યસંખોરો જાગી જાય ને તો દેશ નો ઉદ્ધાર થાય જાય.

25 11 2010
મુર્તઝા પટેલ

દોસ્તો, શું શાનથી (બે)ઈજ્જતવાળી થાય છે!..આવી ‘દાદા’ગીરી થાય ત્યારે આપણે ‘ ના ના’ગીરી કરી એને તરછોડીએ તો કેવું? એમની જ શાન ઠેકાણે આવી જાય પછી જુવો…

25 11 2010
Madhav / Harshad

તમારું સ્વાગત છે મુર્તઝાભાઈ….પણ જેમને આની લત પડી ગય છે તે છોગાળા એમ જલ્દી તો ના જ છોડે એટલે આ તકલીફ થાય છે.

બ્લોગ પર આવતા રેહશો.

25 11 2010
jjugalkishor

ફાઈન !!

પાનના ગલ્લે પણ કાવ્ય ! નોટિસનું કાવ્ય કે કાવ્યમય નોટિસ ?

25 11 2010
Madhav / Harshad

જુગલકીશોરભાઈ તમારું બ્લોગ પર સ્વાગત છે….. આતો ધમકીભરી નોટીસ છે.

બ્લોગ પર આવતા રેહશો.

25 11 2010
વિવેક દોશી

ભા’ઈ તેમને ખબર છે જેને લત પડી ગઈ છે તે બાપાની બાંય જાલીને ખાવા ના જ છે એટલે આવી દાદાગીરી મારે જ.. ખેર મારે તો કોઈ વાંચો નહી કારણ કે આપણે તો પડીકીયો નથી ખાતા…!

25 11 2010
Madhav / Harshad

ખરી વાત છે વિવેકભાઈ આવા લોકો માટે પેલું ગીત યાદ આવે છે.. રોકે સે ના રુકે હમ…પડીકી તો ખાયેંગે હમ..

25 11 2010
Madhav / Harshad

મને એક સવાલ બીજો થાય છે… અપને એટલી બધી ગુટખા કે પડીકી શું કામ ખાવી જોઈએ કે તેની શોર્ટેજ ઉભી થાય? ખરી વાત ને..?

26 11 2010
વિવેક દોશી

… એટલી બધી શું..? ખાવીજ ન જોઈયે..ભા’ઈ અને હા કાંઈ માંગ વધારે હોવાથી અછતની પરિસ્થીતી સર્જાઈ હશે તેવું નથી પણ કેટલીક કંપણીઓ પોતાની પ્રોડક્ટની વેલ્યું જાણવા પણ આવા ગતકડા કરી થોડા (ખુબજ થોડા) સમય માટે બજારમાં માલ અપૂરતો આપે છે. ખાસ કરીને આ માણેકચંદ વાળા જ આવા ગતકડાં વધારે કરે છે.

25 11 2010
હિરેન બારભાયા

Clear Cut statement!!! No chance of misunderstanding… 😉

25 11 2010
Madhav / Harshad

પડીકી લીધા પછી ક્યાં માથાકૂટ કરવી એટલે આ ભાઈએ નોટીસ મૂકી હોય એમ લાગે છે.

25 11 2010
Jignesh Thummar

@ madhav saav sachi vat bhai na khai j ochi to shortage kya thi thava ni?

25 11 2010
Madhav / Harshad

Yes Thummar !

26 11 2010
jjugalkishor

ધમકીથી ડરે ઈ બીજા.

છતાં આવા ભાવવધારા, દાદાગીરી, તોછડાઈ જોઈને એકાદો જણ પણ ગુટકા છોડે તો સારું. હકીકતે તો બીજી દુકાનેથી લઈને પણ મોતનો સામાન તો આ લોકો છોડવાના જ નહીં.

સમગ્ર કુટુંબને નુકસાનકર્તા આવાં વ્યસનોમાં ફસાયેલાઓમાં અક્કલની શોર્ટેજ – સૉરી, સોટેજ – હોય છે.કોઈ એવાઓને સમજાવે તો સામે જવાબમાં કહી જ દ્યે કે, “મગજમારી કરવી નહીં.”

26 11 2010
Madhav / Harshad

એકદમ પોઈન્ટ ની વાત કરી છે જુગલકીશોરભાઈ.

26 11 2010
યશવંત ઠક્કર

આ ઉઘાડી વાસ્તવિકતા છે અને આ નોટીસ લખનાર નસીબદાર કહેવાય! બાકી હરિફાઈના આ જમાનામાં સારામાં સારી વસ્તુ વેચતાં લોકોને નાકે દમ આવી જાય છે. લોકો સસ્તી સ્કીમ માટે મોબાઈલ કે અન્ય એવી સરવિસ આપનારાનાં ગળાં થાકી જાય ત્યાં સુધી પૂછપરછ કરે છે પણ પડીકીના ઘરાકોની મજબૂરી જૂઓ!
આજકાલ મોટા ઉપાડે કહેવાય છે કે- ગ્રાહકો રાજા છે. પણ અહીં કોને રાજા કહેવો!

26 11 2010
Madhav / Harshad

તમારું સ્વાગત છે યશવંતભાઈ.
પેલી કહેવત છે ને “ગરજે ગધેડા ને પણ બાપ કેવો પડે” તે અહી આ વ્યાસનખોરો ને લાગુ પડે છે.
વ્યાસનખોરો ને પડીકી ની ગરજ છે.

26 11 2010
યશ ની ગુજ્જુ દુનિયા

ખુલ્લી દાદાગીરી…જોરદાર…
માણેકચંદ એટલે ઊંચે લોગ ઉંચી પસંદ….
મારા ૪ મંતવ્યો આ નોટિસને જોઈને:-
(૧) દુકાનવાળાએ માલ જમા કરી રાખ્યો હશે, સપ્લાય ધીમી છે એમ કહીને ગ્રાહકોને છેતરશે.
(૨) આખા ગામ કે શહેરમાં આ એક જ દુકાનમાં પડીકી મળતી લાગે છે…નહીતો આવી નોટીસ પહેલીવાર જોવા મળી….
(૩) કદાચ વ્યસનમુક્તિ માટેનો લેટેસ્ટ ટ્રેન્ડ…ભાવવધારો એટલે કોઈ ખરીદેજ નહી…
(૪) ફક્ત ફોટો પાડવા માટે લખેલ નોટીસ.

26 11 2010
Madhav / Harshad

આખા રાખીએ કે તમે બતાવેલા પોઈન્ટ્સ માં ૩જા પોઈન્ટ માટે આ કરવા માં આવ્યું હોય.

26 11 2010
યશવંત ઠક્કર

ભલે આ લખવા ખાતર લખાયું હોય પણ પડીકીના ધંધામાં અવારનવાર આવી પરિસ્થિતિ થતી હોય છે. તંગી વખતે એક એવું ચક્કર ચાલે કે- ખાનાર સિવાય સહુને ફાયદો થાય!
ને એ પણ જાણી લો કે-જો અમુક જેલમાં રહેલા કોઈ કેદીને એક પડીકી પહોંચાડવી હોય તો તેનો ચાર્જ 50 થી 100 રૂપિયા સુધીનો હોઈ શકે છે!!!

26 11 2010
S.S Rathod

આ પાનનો ગલ્લો આપણા મીનીસૌરાષ્ટ્ર વરાછામાં હોવો જોઇએ. 🙂

26 11 2010
Madhav / Harshad

હા એવું લાગે છે. 😀

3 12 2010
તપન પટેલ

મને બૌ ચોક્કસ યાદ નથી પણ જયારે મારી સ્કુલ માં એક પ્રોગ્રામ હતો ત્યારે એક તબીબી અધિકારી આવ્યા હતા તેમને એક વાત કહી હતી તે અહી રજુ કરું છું-
લોકો ૧૦ કે ૨૦ ગ્રામ ગુટકા ખાવા પડીકીના ૩ કે ૫ રૂપિયા આપે છે તો તેનો ભાવ કિલો નો ૩૦૦ થી ૪૦૦ રૂપિયા થયો અને જો છોકરાઓને કાજુ- બદામ ખાવા હોય તો કે છે પૈસા નથી.
૧ કિલો ગુટકા ખાવી કે ૧ કિલો કાજુ કે બદામ તે હવે નશાખોરોને જોવાનું….

3 12 2010
Madhav / Harshad

ખરી વાત છે.. સારું જીવન જીવવા માટે રૂપિયા વાપરવા નથી ને મરવા માટે સામેથી દોડી જવું છે.

3 12 2010
તપન પટેલ

એક દમ સાચી વાત કહી…

મારા બ્લોગની પણ મુલાકાત લેજો અને ગમે તો પ્રતિભાવ આપજો…
http://gujratisms.wordpress.com/

4 12 2010
Madhav / Harshad

તપનભાઇ જે દિવસે તમારા ગ્રુપ ના મેસેજ નથી મળતા તે દિવસે તમારા બ્લોગ ની મુલાકાત અચૂક હોય જ છે. 😉

Leave a reply to કનકવો (Jay's Blog) Cancel reply